Abstract

Kesharashivam, the author of Gujarati 'Purnsatya' autobiography, was born on 28-9-1940 in Kalol, Mehsana district of North Gujarat. His native place is 'Adewad' village. His real name is Bhikhabhai Shivabhai Jadav. Mother's name is Kesharben. Taking the name of his mother and father together with the nickname 'B. Kesharashivam', he has been active in the field of literature. By creating stories, essays and novels in Gujarati Dalit literature, B. Kesharasivam has gained much fame as a Dalit writer. If we study his stories, essays or novels, we will definitely hear the sound of his personal experiences or empathy. He wrote only Dalit literature. He has also received many awards for his literary works. Looking at the two parts of 'Purna Satya', we find the first part more interesting and creative. The language is simple and easy in style. In the first part of this work, the creator has depicted the condition and direction of his life by covering the events of childhood and curriculum. So, in the second part, the situation in which they perform their duties during their job is depicted. In which the creator seems to give a chart of the social reform works he does after becoming a government official. In the first part, the author appears as a creator, while in the second part, he appears more as a reformer.
 
 Abstract in Gujarati Language:
 ગુજરાતી 'પૂર્ણસત્ય' આત્મકથાના લેખક બી.કેશરશિવમ્ નો જન્મ તા.૨૮-૯-૧૯૪૦ના રોજ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કલોલમાં થયો. તેમનું મૂળવતન ‘આડેવાડ’ ગામ છે. તેમનું અસલ નામ ભીખાભાઈ શિવાભાઈ જાદવ છે. માતાનું નામ કેશરબેન છે. તેમના માતા અને પિતાનું નામ સાથે રાખી 'બી.કેશરશિવમ્' ઉપનામ રાખીને તેઓ સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત્ત થયા છે. ગુજરાતી દલિત સાહિત્યક્ષેત્રે વાર્તા, નિબંધ અને નવલકથાઓનું સર્જન કરીને બી.કેશરશિવમે દલિત સાહિત્યકાર તરીકે ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. એમની વાર્તાઓ, નિબંધો કે નવલકથાઓનો અભ્યાસ કરીએ તો તેમાંથી એમના જાતઅનુભવો કે સ્વાનુભૂતિનો રણકો આપણને અવશ્ય સંભળાય છે. તેમણે માત્ર ને માત્ર દલિત સાહિત્ય લખ્યું છે. એમને એમના સાહિત્ય સર્જન માટે અનેક પારિતોષિકો પણ પ્રાપ્ત થયા છે. ‘પૂર્ણ સત્ય’ના બે ભાગ જોતા તેનો પ્રથમ ભાગ આપણને વધારે રસાત્મક અને સર્જનાત્મક લાગે છે. ભાષાની દૃષ્ટિએ સાદી અને સરળ શૈલીમાં છે. આ કૃતિના પ્રથમ ભાગમાં સર્જકે બાળપણ અને અભ્યાસક્રમના પ્રસંગોને આવરીને પોતાના જીવાતા જીવનની દશા અને દિશાનું આલેખન કર્યુ છે. તો બીજા ભાગમાં તેમની નોકરી દરમ્યાન પોતાની ફરજ બજાવવામાં આવતી સ્થિતિ-પરિસ્થિતિની વાતને આલેખી છે. જેમાં સર્જક સરકારી અધિકારી બની ગયા પછી સમાજ સુધારાના જે કાર્યો કરે છે, તેનો માંડીને આલેખ આપતા જણાય છે. પહેલા ભાગમાં લેખક સર્જક તરીકે ઉપસી આવે છે તો બીજા ભાગમાં સુધારક તરીકે વધારે ઉપસી આવતા લાગે છે.
 Keywords: પૂર્ણસત્ય, બંધાણી, ઘર સંચાવા, છાણાં વીણવા, પોદળા લેવા જવું, ગધેડાની લાદ

Full Text
Paper version not known

Talk to us

Join us for a 30 min session where you can share your feedback and ask us any queries you have

Schedule a call

Disclaimer: All third-party content on this website/platform is and will remain the property of their respective owners and is provided on "as is" basis without any warranties, express or implied. Use of third-party content does not indicate any affiliation, sponsorship with or endorsement by them. Any references to third-party content is to identify the corresponding services and shall be considered fair use under The CopyrightLaw.